R :- કેમ છો ભાઈ !?
S:- જલસા ડાર્લિંગ જલસા
તારે કેમ ચાલે ધંધા પાણી ? બધું બરોબર છે, કે પછી ............
R:- મને એલા તારે પૂછવાનું હોય બધું જ રેડી છે , કઈ વાંધો નથી.
S :- તો પછી અમારું ધંધામાં કંઇક વ્યવસ્થા કરાવને!
R:- કેમ તું તો upsc કરતો હતોને ?
S:- હા, પણ એમાં વંચાતું નથી.હુ સતત લાંબા સમય સુધી વાંચી શકતો નથી. ક્યાંય મન નથી લાગતું ,વાચવા બેસું તો બીજા બીજા વિચાર આવે છે, મોબાઈલ માં instagram, Facebook, whatsapp માં reel, message જોવામાં ટાઈમ ચાલ્યો જાય છે. હું પોતાની જાતને બેસાડી શકતો નથી.હું કંટાળ્યો છું મને એમ થવા લાગ્યું છે, કે હું paas નહિ થાવ. હવે તો કુટુંબની જવાબદારી માથે આવવા લાગી છે હવે નહિ થાય ભાઈ ધંધે ચઢવું જ પડશે આખી જિંદગી આનંદ જ કર્યો છે. ક્યારેય આવો સમય આવશે એવું વિચાર્યું પણ ન હતું.
R:- જો હું તને એક વાત કવ સાંભળ , આવું બધા સાથે જીવનમાં એકાદવાર થતુંજ હોય છે.તારી સાથે પહેલીવાર થયું હોય એવું નથી તું શાંતિ થી વિચાર અને મારી સાથે it માં આવીજા હું તને થોડા સમયમાં બધું સરખું કરી દઇશ. મારા પર વિશ્વાસ રાખ.
S:- કેમ રાખું ભાઈ, કેમ રાખું ઘરેથી પોટલાં હારવા મંડો એમ કહે છે, સબંધી હિરા માં બેસાડી દયો એમ કહે છે. અનેક મિત્રો કહે છે કે આમાં આવતો રે આ ધંધા માં ખૂબ સારું છે. બીજા પાસે જાવ તો કે એમાં નો જવાય એના કરતા આ ધંધા માં જા ત્યાં જ પ્રગતિ છે.જિંદગી સાવ જંડ છે, ભાઈ શું કરવું. શું ન કરવું તેના ફાફા છે દિવસોને દિવસો વીતી જાય છે ને જવાબદારી નો બોજો માથે આવ્યા કરે છે
R :- તું શાંતિ રાખ, દેશમાં મોટા ભાગના યુવાનોને આત્મહત્યા કરવા પાછળ નું કારણ પણ કંઇક આજ હોય છે.પણ જે વ્યક્તિ ને આ દિવસો ન આવ્યા હોય તે ક્યારેય સમજી શકે નહિ ભાઈ. મને લાગે છે થોડો સમય તું તારા મનને શાંત પાડ. તું ગમે તે ક્ષેત્રમાં જઈશ પરંતુ ત્યાં તને સેટ તથા સમય તો લાગશે જ . એટલે તું શાંત મગજે વિચાર movies જો , comedy show જો , અને થોડી શાંતિ મેળવ . તને જે ધંધો કે કામ કરવાથી ખુશી મળે તે કર તેમાં તું જરૂર સફળ બનીશ. આજ દુનિયામા લોકો બદલાયા છે. પાછળ થી ધક્કો મારનાર વધુ છે . અને ખંભો થી ખંભો મિલાવીને ચાલનારા બહુ ઓછાં છે, એટલે ધ્યાન રાખજે ક્યાંક ઊંચો પર્વત છે,તો ક્યાંક ઊંડી ખીણ છે,
S:- આભાર ભાઈ તારી સલાહ પર હું વિચાર કરીશ.
Kevin sanjaykumar changani