:: ચાર્ટડની ઓડિટ નોટ્સ-104 ::
::Ca.Paresh K.Bhatt ::
:: સોક્રેટિસ, સમીર વાનખેડે અને લોકશાહી ::
એથેન્ટ્નસમાં સોક્રેટિસ પર કેસ ચાલતો હતો કે તમે યુવાનોને બહેકાવો છો. રાજ્ય વિરુદ્ધ ઉશ્કેરો છો.સોક્રેટિસ કહે છે કે હું તો લોકોને સત્ય સમજાવું છું.યુવાન સત્ય જાણીને કઈ કરે તો એમાં મારો વાંક નથી.એથેન્સમાં લોકશાહી હતી.બહુમતીથી નિર્ણય લેવાતા.આજે જેમ ચૂંટણીમાં બહુમતીથી મતદાન દ્વારા જેમ નિર્ણય લેવાય છે એમ એથેન્સની સંસદમાં કોઈ પણ નિર્ણય બહુમતીથી લેવાતો.દરેક નાગરિકને વારાફરતી ધારાસભ્ય થવાની તક મળતી . આથી બુદ્ધિશાળીને મૂર્ખ બન્ને ને તક મળતી અને નિર્ણય બહુમતીથી લેવાતો.આ ધારાસભ્યોએ હાથ ઊંચો કરીને પોતાનો મત જાહેર કરવાનો. મોટા ભાગના ધારાસભ્યોને તો કઈ ખબર જ ન પડતી આથી નિણર્યો જે લેવાતા એ ઢંગધડા વગરના લેવાતા. આની સામે સોક્રેટિસ યુવાનોની વચ્ચે બેઠા હોય ત્યારે દલીલ કરતા કે મઝધારે દરિયાના તોફાનમાં જહાજ સપડાય ત્યારે એથેન્સના નાગરિકો બહુમતી થી નિર્ણય લેશે કે બધા હાથ ઊંચો કરે અને જણાવે કે આપણે જહાજ ને કઈ દિશામાં વાળવું છે ? આ અંગે જહાજમાં કેપટનને નિર્ણય લેવાનો અધિકાર ન હોવો જોઈએ. આ યુવાનો પછી જ્યાં જાય ત્યાં આવા પ્રશ્નો પૂછે.
એક દિવસ એક માણસે તેનો પિત્તળનો લોટો ખૂબ જ ચકચકિત કરીને ધોયો અને ઘરની બહાર સુકાવા મુક્યો. એક ચોર તેને સોનાનો સમજીને ચોરી ગયો.પેલી વ્યક્તિ પોલીસ પાસે ગઈ. મામલો કોર્ટમાં ગયો. ચોર હતો તે મોટા ઉમરાવનો સગો હતો આથી બધા વિચારમાં પડી ગયા કે આને હવે બચાવવો કઈ રીતે આથી એવો નિર્ણય લેવાયો કે એ વ્યક્તિએ લોટો આટલો ચકચકિત કરીને જાહેરમાં મુકયોજ શુ કામ ? આ તેની જ ભૂલ હતી એટલે જ ચોર તેને સોનુ સમજી ને ચોરી ગયો ને ? આથી લોટાના માલિકને સજા થવી જોઈએ. આ લોકશાહીમાં બધું જ બને એ 2500 પહેલાંના સોક્રેટિસનો સમય હોય કે આજની લોકશાહી.આથી સોક્રેટિસ કહેતો કે લોકશાહી એ રાજ્યમાં જ સફળ થાય કે જ્યાં ગયા મોટા ભાગના લોકો જ્ઞાની હોય અને તેમાંથી મતદારો આગળ આવે અને જ્ઞાની લોકોને ચૂંટી લે.
આવી જ એક વાત ભણવામાં આવતી કે એક માણસ રસ્તા પર જતાં હોય છે અને તેના પર દીવાલ પડે છે અને માણસ મરી જાય છે. કેસ ચાલે છે કે દિવાલના માલિકને સજા થવી જોઈએ. માલિક કહે છે દીવાલ કડીયા એ બનાવી છે એને સજા કરો, કડીયો કહે મજુરે માટી બનાવી હતી તેને સજા કરો , મજૂર કહે હું માટીમાં પાણી નાખતો હતો ત્યારે મુલ્લા રસ્તા પર નીકળ્યા હતા એટલે એમને જોવા ગયો એમાં વધારે પાણી પડી ગયું. આથી રાજા એ ફરમાન કર્યું કે મુલ્લાની ધરપકડ કરો તેને સજા કરો.
આજે સમીર વાનખેડેની હાલત જોઈએ છીએ તો સોક્રેટિસ યાદ આવ્યાં વગર ન રહે. સમીર વાનખેડે પરના આરોપ સાચા ખોટની વાત નથી કરવી પણ કોઈ સાચો માણસ ભવિષ્યમાં પણ કોઈ સેલિબ્રિટી કે મોટા માણસને કાયદો દેખાડવાનું સાહસ ન કરે . ભવિષ્યના કોઈ પ્રામાણિક માણસનું મોરલ તો ચોક્કસ તૂટી જ જાય. 2500 વર્ષ પહેલાના એથેન્સની લોકશાહી અને આજની (એટલે છેલ્લા 75 વર્ષથી) ભારતની લોકશાહી વચ્ચે કોઈ જ તફાવત નથી. નથી તો આપણી વચ્ચે સોક્રેટિસ નથી. ભવિષ્યમાં કોઈ સમીર માં લઘુ સોક્રેટિસ પેદા થવાનો પ્રયત્ન કરશે તો અમે પણ તેના સોક્રેટિસ જેવા જ હાલ કરીશું.
अस्तु ।
Dt .26.10.2021.
અન્ય પોસ્ટ વાંચવા fb પર મુલાકાત લો.