તમે મને અંધકાર ની બીક ના બતાવો,
હું મધદરિયેથી દીવાની જ્યોતને લાવીશ.
તમે મને વાવાઝોડા ની બીક ના બતાવો,
હું વંટોળિયાને ભીડી ને લાવીશ.
તમે મને વરસાદ ની બીક ના બતાવો,
હું વાદળાઓને નીચવી ને લાવીશ.
તમે મને તડકા ની બીક ના બતાવો,
હું સુરજ ને વાદળોથી ઢાંકી ને લાવીશ.
તમે મને તુફાનની બીક ના બતાવો,
હું મૌસમ ને બાંધીને લાવીશ.
તમે મને કાળી રાતની બીક ના બતાવો,
હું "સ્વયમભુ" કાળી રાતને
અજવાળા માં લાવીશ..!
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ