નકાબમા નિર્મળ નજરે નિરખતી એ મને રહી.
પણ પ્રણયના પુષ્પગુચ્છ નો પ્રહાર પામ્યો નહીં.
સ્નેહના સંબંધો સાંકળે સચવાય નહીં.
મુખડું મલકતું મન મારાથી મુકાયું નહીં.
નકાબમા નમણી નાર શું? હરખાય નહીં.
અરમાન એના આંગણે આવીને ઓસરી અનેકવાર જાય.
આંખોમાં એના અજવાળા શું અંધારું બની જાય.
નારાણજી જાડેજા
નર
ગઢશીશા હાલ મુન્દ્રા
તા:૨૬/૧૦/૨૧