શબ્દ : એકવાત ખાસ ધ્યાન રાખવા જેવી છે અને તે છે શબ્દ..
આ શબ્દ જ ચીરે છે ,ને આ શબ્દ જ સાંધે છે.. આ શબ્દ જ દર્દ આપે અને આ શબ્દ જ મલમ પણ બને છે...
શબ્દ હંમેશાં મર્યાદા માં રહીને જ વાપરવા જોઈએ...
શબ્દ સંબંધ બાંધે છે અને તોડે પણ છે પણ એ માનવી ઉપર આધીન છે,
શબ્દ શસ્ત્ર છે અને શાસ્ત્ર પણ છે.
જો એ શાસ્ત્ર બને તો જ્ઞાન આપે,અને જીવનમાં ઉજાસ પાથરે.
ક્યારેક કોઈ પણ કાર્ય બળથી, પરાક્રમથી કે ધન-સંપત્તિથી ન થાય, પણ પ્રેમપૂર્વક વપરાયેલા શબ્દ થી તે કામ આસાન થઈ જાય છે.
શબ્દ શસ્ત્ર પણ છે.કહેવાય છે ને કે તલવાર નો ઘા તો રુઝાઈ જાય પણ શબ્દ ના ઘા એટલે કે શબ્દ દ્વારા થયેલા ઘા જલદી રુઝાતા નથી. શબ્દ દ્વારા સન્માન પણ થાય છે અને શબ્દ દ્વારા અપમાન પણ થાય છે.
શબ્દ થી કે ભાષા થી માણસના સંસ્કાર પ્રગટ થતા હોય છે.
કોઈ અંધ વ્યક્તિને ‘આંધળો’ કહેવો કે એને ‘પ્રજ્ઞાચક્ષુ’ કહેવો એ બે શબ્દોમાં બોલનારના સંસ્કાર પ્રતિબિંબિત થતા હોય છે. તોછડા, કડવા અને અસભ્ય શબ્દો માનવીને સંસારમાં અપ્રિય બનાવે છે, જ્યારે મીઠાં શબ્દો માનવી ને સર્વોચ્ચ સ્થાને સન્માનિત રૂપે બેસાડી શકે છે.
#શબ્દ નો છે શણગાર અહીંયા શબ્દ નો છે શણગાર
શબ્દ ઘુંટી ને જીવીએ તો જીવન નો થાય સાક્ષાત્કાર
શબ્દ થી સબંધો ને શબ્દથી ચાલે આ સંસાર
શબ્દથી જેણે જીવી જાણ્યું એનો બેડો પાર
સમજે તેને વંદન