શરદપૂનમની રઢિયાળી રાતે
ચાંદો ખીલ્યો છે ગગનમાં
રૂપેરી કોરથી સજીધજીને
અજવાળા પાથરે ધરતી માં
યમુના કિનારે કદંબ હેઠળ
રાસ રચાય મધુવનમાં
વાજિંત્રોના તાલે ને નૂપુરના નાદે
જોબનીયું આજ છલકે છે ઉમંગમાં
બંસરીના સૂર રેલાવે કાનો ને
બાવરી બની રાધા નાચે આનંદમાં….
-કામિની