ચલને, ગરબા જોવા જઈએ.
રંગોની છોળો ને તાલની રમઝટ...
રમવા જેટલી જ જોવાનીય મજા પડશે,
તુૃં સાથે હોઈશ તો !
ના ના !
આવવાની જરૂર નથી.
આવીશ તો...
રંગછોળો ને રમઝટો
આંખોમાંથી વહેવા માંડશે.
પછી તો બધે જ બધું જ અટકી જશે
સ્થિર ને ધૂમિલ થઈ જશે
કાન પર પડતી ગરબાની ધૂનમાં
જૂદો જ લય
હિલોળા લેવા માંડશે
ને હાથતાળી નહીં પડે
કે પગને બદલે પણ
થિરકશે કંઈક
બીજું જ...
મારે તો ગરબા જોવા છે
તારી સાથે જોવા છે
તારી સાથે...એટલે...
સમજે છે ને તુૃં?
જે ઘડીએ ઢોલ પર પહેલી થાટ પડે
તુૃં કલ્પજે મારા ઝાંઝર
અને જે ઘડીએ પેટશે આરતીની જ્યોત અહીં
હું કલ્પીશ તારું મુખમંડળ
મલકતાં મલકતાં આપણે બેય
સાથે માણીશું
આઠમની રાત, ગરબાવલીને સાથ...
#નિર્મોહી_અને_હું_
#અનુ_મિતા
#પાનખર