શું કહેવું દોસ્તી વિશે...??
પ્રેમ,કાળજી,સાથ,સલાહ,હિંમત,પ્રેરણા,મોટીવેશન,નિ:સ્વાર્થતા આ બધાં શબ્દો તેની સાથે જોડાયેલા હોય છે.દોસ્તી માત્ર એક શબ્દ નથી દોસ્તી તો એક એક લાગણી છે.એક એવો સંબંધ છે જેનાં તૂટવાના ચાન્સ બવ જ ઓછા હોય છે.દુનિયામાં ઘણાં સંબંધો છે પણ એમાં દોસ્તી કંઈક અલગ જ છે.દોસ્તીમાં નિખાલસતા છે.નિ:સ્વાર્થતા છે,પ્રેમ છે.એકબીજાની કાળજી અને ક્ન્સલ્ટ છે.જ્યારે એક બાળક જન્મે છે ત્યારે તેનાં બધાં જ સંબંધો પહેલેથી જ નક્કી હોય છે.પણ,દોસ્તી જ એક એવો સંબધ છે જે વ્યકિત જાતે જ બનાવે છે.દોસ્તી જીંદગીની એવી પુસ્તક છે જ્યાં તમને અલગ અલગ પ્રકારના વિચારો અને લાગણીઓ મળશે જેનાં દરેક પાનાં કાળજી અને પ્રામાણિકતાથી ભરેલાં હોય છે.દોસ્તી જીવનમાં ઘણું બધું શીખવી જાય છે.દરેક્ની જિંદગીમાં એક દોસ્તનું હોવું જરુરી છે જે તેને સમજી શકે,સાથ આપી શકે.જો કદાચ રસ્તો ભટકે તો માર્ગ દેખાડી શકે.જ્યારે તમારો મિત્ર તમારી સાથે હોય તો મુસીબતો આસાન લાગે છે.દોસ્ત સાથે હોય તો પહાડોને પણ પાડી દેવાય છે.કહેવાય છે કે એક સરો મિત્ર એક પુસ્તકાલય જેવો હોય છે.અને જેની પાસે આ પુસ્તકાલય હોય એની તો જીંદગી બની જાય છે.મારી જીંદગીમાં વધારે મિત્રો નથી પણ હા,એક પુસ્તકાલય જરુર છે.મારો સૌથી સારો મિત્ર. મારી પ્રેરણા,મારી હિમત.જે મને સમજે છે. હંમેશા મારો સાથ આપે છે.મુસીબતોનો સામ્નોકર્વાનિ હિમત આપે છે.એના વિશે જેટલું પણ કહું ઓછું છે. કોઇને પણ આકર્ષિત કરી દે એવું એનુ વ્યક્તિત્વ છે.એના વિશે કઈ પણ કહેવું અશક્ય છે.બસ એટલુંજ કહી શકું કે એના લીધે જ મારાં ચહેરા પર હાસ્ય છે.....
मिल जाये इतना अच्छा दोस्त
तक्दीर हर किसी की यूँ खास नही होती..
कुछ खास बात हे हमारी दोस्ती मे
जो हर किसी के पास नही होती...!!