કેવું કેવાય નહિ,,
કે દીકરો જન્મે તો મીઠાઈ વહેંચે
ને દીકરી જન્મે તો જ્યાં જન્મ
થયો હોય ત્યાં એ સાંભળે કે
દીકરી જન્મી છે તો માતા પણ
રડવા લાગે છે... શું એ છોકરી જ
હતી ને! જેને પણ એક છોકરીને જ
જન્મ આપ્યો તો દુઃખી થાય છે..
જૉ એની મા એને જન્મ આપતી
વખતે એ પણ દુઃખી થઈ હોત ને એને
મારી નાખી હોય તો શું એ આવડી મોટી
થઈ ને લગ્ન કરી ને ફરી કોઈ બાળક ની
માતા બની હોય ખરી!!
બાળક સ્ત્રી કે પુરુષ નહિ ..
બાળક ફક્ત ને ફક્ત એક રમકડું છે..
જે તમારી એકલતા દૂર કરતું, દુઃખને ભૂલાવતું
જીવન સંગીત છે.. એને તમે કોઈ બેબી કે બાબા ની નજરે નહિ પણ એક ખીલેલું ફૂલ છે એવું સમજી ને જુવો..પ્રેમ આપો..
ઘણા બધા પુરુષો ને પણ છોકરી જન્મે તો નથી ગમતું...તો શું એની માતા ને જો જન્મતી વખતે જ એવું વિચારી ને મારી નાખી હોત કે આ તો છોકરી છે..તો શું એ પુરુષ નો જન્મ થયો હોત! જે અત્યારે એ એક બાળક નો પિતા બનવા જઈ રહ્યો છે..
દીકરી હોય કે દીકરો પ્રેમ ને લાગણીથી સ્વીકારો..
કોઈ કોઈ કિસ્સામાં લગ્ન પહેલા કે કોઈ પુરુષ સાથેના જાતીય સંબંધમાં કોઈ સ્ત્રી પ્રેગનેટ બની જાય છે ને પછી કોઈ ને ખબર ન પડે એમ એ બાળક ને કચરા પેટીમાં અથવા અવાવરૂ જગ્યા એ ફેંકી દે છે...શું એક સ્ત્રી તરીકે પોતે કરેલું પાપ આં બાળક ને ભોગવવાનું... ??
કોઈ કોઈ કિસ્સામાં કોઈ બાળક નું અપહરણ થાય છે..ને એ બાળકો ને વહેચી દેવામાં આવે છે ને પછી એ બાળક પાસેથી ન કરાવવાના કામ કરાવે છે...
મિત્રો શહેરી વિસ્તારમાં આવા કિસ્સાઓ બહુ બને છે એટલે ધ્યાન થી દેખરેખ રાખો નાના બાળકની.. કોઈ ચોરી કરતી ગેંગના હાથમાં ન આવે ને એ બાળક ની જીંદગી બરબાદ ન થઈ જાય...
નાનું બાળક ભગવાનનું રૂપ હોય છે અને એને બાળક તરીકે પ્રેમ આપો.. નહિ કે બેબી યા બાબા ની નજરે....
આભાર..સહ...શ્યામ..