Gujarati Quote in Motivational by Tr.Anita Patel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

૪ દિવસ પહેલા મારું છોકરું મને કહે,
" મા, મારે ben10 વાળું દફતર જોઈએ....લાવી આપજે ને."
મેં સહજતાથી કહ્યું ,"સારું બેટા,લાવી આપીશ."
આજે બજાર ગઈ,અને એ દફતર ના ભાવ પૂછયા,તો ગુણવતા પ્રમાણે,એના ભાવ દુકાન વાળા ભાઈ બોલવા લાગ્યા....કોઈ ના ૩૪૫,૨૫૦,૫૫૦,૭૭૫....
મેં વિચાર્યું,કે આટલું ભારે નથી જોઈતું... મેં રહેવા દીધું....
મારું છોકરું મને કહે," મા,પેલું દફતર લાવી ben10 વાળું??"
એ રાહ જોઈ રહ્યો હતો....
મેં એને કહ્યું,"બેટા,એ દફતર તો ખુબજ મોંઘા હતા....૭૦૦,૫૦૦,૪૦૦ એવા ભાવ હતા.....એટલે હું ના લાવી."
તો મને એમ કે ,એ રડશે.....પણ એવું કંઈ ન થયું....
એ બોલ્યો,"મા,એ દફતર નો ભાવ જ્યારે ૧૦૦ રૂપિયા થાય એટલે લઈ આપજે....."
બાળક સહજ વિચાર.......
પૈસાની કિંમત બાળકને દેખાદેખીથી બચાવી શકે છે.....
-@nugami.

Gujarati Motivational by Tr.Anita Patel : 111755342
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now