મારે તમારા પુષ્પરૂપી શબ્દોને,
પ્રેમરૂપી બાગમાં જોવા છે.
મારે તમારા બોલેલા શબ્દોને,
સ્વરરૂપી ડાળીએ ઝુલતા જોવા છે.
ખાલી Hi' Hello કેહવાથી નહિ ચાલે,
મારે તો તમારા ભાવાર્થી શબ્દોને,
ઘુટી ઘુટીને સપનાની ફ્રેમમાં જોવા છે.
મારે તમારા એક એક શબ્દને,
સોનાના તાર જોડે ઝડવા છે.
મારે તમારા હળવા હળવા શબ્દોને,
પ્રેમભર્યા ત્રાજવે તોલવા છે.
મારે તમારા લેહરાતા શબ્દોને,
'વેહતા જળમાં,
મોજાની મસ્તી માં, "સ્વયમભુ" ઉછળતા જોવા છે..!
મારે તમારા શબ્દોને, વૃંદાવનની કુંજગલીઓમાં,
ગોપીઓના કંઠે રાસ રચતા જોવા છે..!
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ