અવિશ્વાસનો સમય છે!
આપણે રાખેલો મોબાઈલમાં પાસવર્ડ ક્યાંક ને ક્યાંક એવું બતાવે છે કે ધીમે ધીમે આપણને લોકો પર વિશ્વાસ ઓછો થતો જાય છે અને કશું છૂપાવવા જેવું ન હોય તો પણ ખબર નહીં કેમ આપણને એવી કોઈ અજાણી બીક કોરી ખાય છે કે 'કોઈ જોઈ જશે તો'?
આપણને આપણી જ વ્યક્તિને પાસવર્ડ કહેતા ડર લાગે છે કે આપણે તેને પાસવર્ડ કહીશું અને એ મોબાઇલ ચેક કરશે તો?
-Maitri Barbhaiya