જેની શરૂઆત છે એનો અંત નકકી જ છે,
એમજ જીવન માં પણ જન્મ મરણ નક્કી છે,
ઈશ્વર કૃપા થી આ ધરતી પર જીવન મળ્યું
કઈ કેટલાય કર્યા હશે પુણ્યો,
તેના માટે માનીએ આભાર ઈશ્વરનો,
દરેક જીવ માં ઉત્તમ એવો માનવ દેહ આપ્યો છે,
જેમાં ઘણા સાથી, સંબંધીઓ મળ્યા છે,
આપણને જેનો જ્યાં સાથ મળે છે,
પ્રયત્ન કરીએ એમને ખુશ રાખી શકીએ,
આ જીવન માં બધા ને દુઃખ આવે છે,
એનાથી નિરાશ થઈ ના લાવવો જોઈએ જીવનનો અંત,
જયારે આપે ઈશ્વર આ જીવનનો અંત,
ત્યારે કોઈ કામ થી ઈશ્વર ને ફરિયાદ ન રહે,
જીવીએ એવું એના અંત પછી પણ આપણા સ્નેહીજનો ના હ્રદય માં ના
આવે આપની યાદો નો ક્યારેય અંત....