ગૌરીવ્રત નિમિત્તે માતા પાર્વતીની ચરણ વંદના...
--------------------------------
જય મૈયા પાર્વતી,જય જગજનની ભક્તો કે સંકટ હરની હિમાવનરાજ ને દક્ષજી આપતા પિતા કહેવાતા,શંકર પાપા તમારા સ્વામી કહેવાતા,ગણેશજી કાર્તિકેયજી આપના લાડલા બાળકો કહેવાતા
પાપા શિવ શંકર ત્રણેય લોકના મહારાજા,જે શરણે પ્રેમથી શિશ ઝૂકાવે,
પાપા ભક્તો કાજે દોડી દોડી જાતા ભક્તો કાજે હળાહળ પાન કરી,
નિલકંઠની ઉપાધી પામી,આખુ જગત છે,આપની માયા,
ગૌરીવ્રત તમારા પ્રિય હોતાં,મોળાકત તરીકે ઓળખાતા,કન્યાઓ હોશે હોશે આપને પૂજતી.
કુંવારી કન્યા ઉપર ખમ્મા તમે કરતાં,મનગમતા ભરથારના વરદાન આપી અધુરા કોડ તમે પુરતા,જે કોઈ કન્યા આપને પૂજતી,લગ્નજીવનમાં ખુશીહાલી રહેતી,જય પાર્વતી જય મંગલકારીણી.
અનાથોની માડી માત્ર તુ એક આધાર,સીતા રુક્મિણીજીને જેવા ફળ્યા તેવા માડી સૌને ફળજો,સુહાગણ સ્ત્રીઓ ની સદા ચૂડી ખનકતી રાખજો,જય પાર્વતી જય જગતંબા તમે મહારાણી,
બ્રહ્મા વિષ્ણુ તમને પૂજતા,બ્રહ્મા તુ માં અંબા તુ મહાકાળી,તુંસરસ્વતી,તુ લક્ષ્મી,તું સંતોષી,તુ વૈષ્ણવી માતા ત્રિપુરા સુંદરીથી આપ ઓળખાતા સંસારના સૌ જીવોમાં આપ વિચરતા,સુર્ય ચંદ્ર આપના આધિન છે.
ભક્તોના દુઃખ જોઇ વ્યાકુળ થઈજાતા,
ત્રણલોક આપના ગુણ ગાવે,હૈ અન્નપૂર્ણા,
હૈસિધ્ધિદાત્રી,જે સ્વરૂપે ભક્તો આપને પુકારે,તે સ્વરૂપે આપ દર્શન દેતી,નારદજી પાસે શિક્ષા લીધી,પાપા શંકરને પતિરૂપે પ્રાપ્ત કરવા,કઠીન તમે તપસ્યા કીધી,ઘાસ પાંદડા પર રહી તપ જો કીધાં તપ ફળરુપે પાપા શિવને
કંથરુપે પામ્યા,હૈ મહામાયા પાર્વતી રાણી તમે છો સૌની ભાગ્ય વિધાત્રી,જે કોઈ વિધિવત આપને પૂજતુ,રૂઠેલુ ભાગ્ય પળમાં સુધરતુ,આપના નામજાપથી પીડા ભાગે,
બ્રહ્માજી પણ આપને ઓળખવામાં રહ્યા કાચા
મહિષાસુર હરનારીની જય જય,રક્તબીજના રક્તપાન કરનારી મહાકાળી સ્વરુપાની જય જય,શિવપ્રિયા તરીકે આપ ઓળખાતા,આપને પિતાશ્રી પ્રેમીઓની પ્રેરણા છો,આપ છો દાતા આખુ જગત છે ભિખારી,અમે ગમે તેવા પણ આપના બાળકો,હૈ પ્યારી પાર્વતી માત ભવાની સદા આશીર્વાદ રાખજો જય જગતંબા પાર્વતી મહારાણી...
શૈમી ઓઝા "લફ્ઝ"
(યાદેવિશ્રર્વ ભુતેષુ પાર્વતી રુપેણ સંષિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ)