સાત સંમુદર પાર કરી ને તરવાનું થોડું રહી ગયું ,
ખીલ્યો ચાંદ પૂનમનો આભેને તારા નું તેજ ઓછું થઇ ગયું.
વાયો વાયરો અનેરી વસંત નો,ને ફૂલોને ખીલવાનું થોડું રહી ગયું,
મોંધેરા જીવન મા માણસ બની જીવવાનું રહી ગયું .
જેને માન્યા મન ના મીત એને ચાહવા નું થોડું રહી ગયું,
રસ્તે મળ્યા જ્યારે સામા એ નજર મેળવવાનું રહી ગયું,
હશે હજી પણ અનહદ સ્નેહ , બસ લાગણી સ્વરૂપે છલકાવાનું રહી ગયું ...
# કૈલાસ ની કલમે ....