Gujarati Quote in Motivational by M shah

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

_એક પાંદડું, જીદે ચડ્યું,_
_થયું નિજ *પરિવારથી* *જુદું...*

_ઝાડથી છૂટું પડીને એ પાંદડું_
_ખૂબ *હરખાય* છે,_
_હાશ ! છૂટયા હવે આ *ભીડથી,*
_મનથી એ *મલકાય* છે._

*_વાયુ* સાથે વહેતું વહેતું_
_આમ તેમ *લહેરાય* છે,_
*_સૃષ્ટિ બહારની ખૂબ સુંદર છે !_*
_એને એવું *મનમાં* થાય છે._

*_ઝાડ પર રહ્યાં ચિપકીને_*
_ત્યાં આમ *ક્યાં રખડાય છે*!_
_ત્યાં તો બસ બીજાઓ,_
_મારી સાથે રોજ *અથડાય છે*!,_

_અહીં તો વાયુ સાથે_
_મજેથી *ઉડીને* જવાય છે,_
_ને ઝરણાની સાથે ખળખળ_
_*ગીતો મજાના ગવાય છે.*_

_પાણી સાથે *ઉછળતાં*_
_ને *કૂદતાં* એ મલકાય છે,_
_પણ સુખ *ક્ષણભંગૂર* છે_
_એ એને *ક્યાં સમજાય છે?*_

_ઝરણાંમાંથી વહેતું જ્યારે_
_*કિનારે* પહોંચી જાય છે,_
_જાનવરોનાં *ખર* નીચે_
_જ્યારે ખૂબ *રગદોળાય* છે._

_પીડાથી *કણસતું* એ_
_હવે ખૂબ *પસ્તાય* છે,_
_ઝાડ સાથે જોડાયેલા હોવાનું_
_*મૂલ્ય* એને સમજાય છે._

_આઝાદી વ્હાલી લાગે_
_પણ *મોંઘી* સાબિત થાય છે,_
*_સંયુકત પરિવાર* બન્ધન નહિં_
_પણ ! જીવનનો સાચો પર્યાય છે._
.

Gujarati Motivational by M shah : 111727795
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now