મારા ઘરની હું સૂરજમુખી,
પ્રેરણા મારી સૂરજ બને.
નજરે ચઢે નમી લઉં ત્યારે
રસરાજ એવા સોમને.
ચિત્રમાં જોઉં સાગર-સરિતા
ભીંજાઇ જાઉં જાણે છોળે!
નજર મારી બંધાઇ જાય,
બરફ-રેતીનાં અફાટ રણે.
દુર-સુદુર પથરાયેલી પર્વતમાળ
મીંચાય આંખો અદ્ભુત દર્શને.
પ્રકૃતિમાં પરમને પામું,
ચરાચર જગે, તે દેવાલયે.
--વર્ષા શાહ