શ્રી રંતિદેવની કલમે થી....✍️
વસંતને પ્રારંભે રચાયેલી પંક્તિઓ
સુણી મેં સહસ્ર સુગુંફિત સૂરાવલી
હતો પ્રસ્થિત જ્યારે હું ચેનથી ઉપવનમાં,
એ મનભાવન મનોભાવમાં જ્યારે આમંત્રે તે
વિષણ્ણ ખ્યાલ , ચિત્તતંત્રમાં.
સંયોજયા છે જ્યારે પ્રકૃતિએ
નિજ ચારુ સર્જનોને
માનુષી ચેતના સંગે ,
છે કાર્યરત મુજ થકી , ત્યારે ,
થઈ ગ્લાનિ મને અસીમ
વિચારતાં કે
કરી દીધી છે કેવી અવદશા
માનવીએ ' માનવ'ની !
પ્રિમરોઝના ઝૂમખા થકી ,
તે મનોહર લતાકુંજમાં ,
બારમાસી વેલો , પેરિવિંકલ ,
થયો અનુગમિત પુષ્પ ગુચ્છનો;
છે વિશ્વાસ મને કે
માણે છે તે પુષ્પ હરેક
એ સમીરણને ,
શ્વસે છે જેને તે.
મારી આસપાસમાં ,
વિહંગોએ ,
કરી ઉડાઉડ અને રમત .
કરી શકું ના ખ્યાલ હું
તેમનું મુલ્યાંકન કરવાનો ,
પણ ,
કરી હલચલ જે તેમણે ,
આવ્યો ખ્યાલ મને
તેમની મોજમસ્તીના રોમાંચનો .
ફેલાવે છે વિકસિત થતી ડાળીઓ નિજ પર્ણોને
કરવા સંપ્રાપ્તિ પ્રફુલ્લિત અનિલને ;
અને મારે રહ્યું વિચારવું ,
વિચારી શકું એટલું કે
હતો પરિતોષ , પ્રવર્તીત ત્યાં ખરે !
ખ્યાલ આ જો
થાય પ્રેષિત દેવભૂમિથી , તો ,
છે ના શું , મારે કાજે ,
નિમિત્ત કોઈ
કરવાને વિલાપ કે,
કરી દીધી છે આ કેવી અવદશા
માનવીએ 'માનવ' ની ?
- રંતિદેવ વિ. ત્રિવેદી ' રવિ '
૩૦ - ૦૬ -૨૦૨૧
નોંધ :આ ભાવાનુવાદ William Wordsworthની રચના
Lines Written in Early Spring આધારિત છે.