ઓળખાણ..
ગમે મને ગરવાઈ,
અને ગમે મને નરમાઇ.
ગમે મને ગરબા,
ને ગમે છે ગજરા.
સાડીનો છેડો આગળ,
તો નથી કશાયમાં પાછળ.
પોળમાં જણાવું પટુતા,
ને સોસાયટીમાં સભ્યતા
ઢોકળાં,ઢેબરાંને હાંડવો,
સુખડી, મગસને લાડવો.
પણ ના એટલેથી અટકું,
રસોડે રાંધુ ઘણું અવનવું.
ઘરની કરું સાજ-સજ્જા,
લઉં ફેશનની પણ મજ્જા.
વસું ભલે શહેર કે ગામ,
શિક્ષિત થવાની રાખું હામ
ભરતગૂંથણ, ચાકળા-તોરણ
ઓળખો મને! હું ગુજરાતણ.
-- વર્ષા શાહ