ક્યારે કોઈને યાદ કરવા જોઈએ..? અને ક્યારે યાદ ના કરવા જોઈએ..? આનો કોઈ નિશ્ર્ચિત સમય ખરો..? શું યાદ આવે તો યાદ કરી લેવા જોઈએ..? અને ચાલો યાદ આવી ગઈ ને યાદ ના કરીએ તો શું ના ચાલે..?
સવાલ એ છે કે શા માટે આપણે ને કોઈની યાદ આવે છે.? શું આપણે જેને યાદ કરીએ છીએ તે પણ આપણને યાદ કરતા હશે..? શુ આ અજાગ્રત મન કેટલું યાદ રાખી શકે..? .
અમુક વસ્તુ જે ખરેખર યાદ રાખવાની હોય છે તે રાખતું નથી અને અમુક નથી રાખવાનું હોય છે તે યાદ રાખે છે. કદાચ મનને યાદ રાખવું હોય તો બધું યાદ રાખે. પણ એતો પોતાની યાદો સાથે પણ ભેદભાવ કરે છે. અમુક યાદ ને વધારે મહત્વ આપે છે. અને અમુકને ક્ષ્રુલ્લક મહત્વ આપે.? અને તેના વિશે શું આપણે કોઈ દિવસ વિચાર કર્યો છે.? કે પોતાના અજાગ્રત મને સવાલ કાર્યો છે...! પણ છેલ્લે તો એટલું જ કે આપણું મન પણ આપણી સાથે જ ભેદભાવ કરે છે. તે ચોક્કસ વાત છે. ભૂલવાનું યાદ રાખે છે. અને યાદ રાખવાનું ભૂલી જાય છે.
:- કબીર