હોશમાં હરગીઝ ક્યાં હોય છે તું, ઈશ!
થોડી મદહોશી, હટાવીને જોઈ લે.
બનાવી મનુષ્યને, આમ દુનિયામાં,
મૃત્યુ નહી, જીવતદાન આપીને જોઈ લે.
મરણને નામે મટાવી છે, હસ્તી ઘણાની,
તું મનુષ્ય બની, મૃત્યુ પામીને જોઈ લે.
સમજદારીથી દુનિયાદારી સમજાવી છે તે,
હવે, કળયુગ ને સતયુગમાં ફેરવી જોઈ લે.