એ સવાર પણ વહેલી વહેલી હતી;
ને મુલાકાત પણ પહેલી પહેલી હતી;
મેં માંગ્યો'તો તારી પાસે તારો હાથ,
તેં ઘરી મારી હથેલીમાં હથેલી હતી;
હોઠો પર હતી તારા મુસ્કુરાહટ અને,
નજર પણ તારી જરા ઢળેલી હતી;
ભલે મૂખથી ન કહ્યું કાંઈ તેં કે પછી મેં,
પણ હું તને ને તું મને મનથી વરેલી હતી;
નથી હાલ સંગાથ તો શું થયું? "વ્યોમ"
એ મુલાકાત આપણી ક્યાં છેલ્લી હતી?
...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)