મરેલા ને ક્યાં કોઈ મથામણ છે અહીં
પણ જીવતા ને જોને ઝાઝી જંજાળ...
એક ક્ષણ માં શ્વાસ તૂટે અહીં. .... Bindu_Anurag
ને જિંદગીભરની ઉપાધી લઈ ફરે સૌ કોઈ અહીં
ક્ષણની પણ પરવાહ ના કરે આ શ્ર્વાસ
અને સાત જન્મ ની મૂડી સંઘરે સૌ કોઈ અહીં
ક્ષણ ક્ષણ ની શ્ર્વાસ ની છે અહીં ઉઘરાણી
ને મણ મણની ઈષ્યૉ લઈ ફરે સૌ અહીં
જવાનું છે સૌ કોઈ એ રસ્તે જ "અનુમય"
પણ ખોટી મથામણમાં સૌ કોઈ રહે અહીં...
11:43 PM 09/06/21