મજબૂર છું આજ, રૂબરૂ ન પણ આવી શકું હું;
પણ, આવી સપનામાં રાત સજાવી શકું હું;
પ્રેમ છે તારો અને મારો સનમ કંઈક એવો કે,
યાદોમાં આવીને આખી રાત જગાવી શકું હું;
નારાજ ન થઈશ સનમ આટલી નાની વાત પર,
આવી રૂબરૂ પ્રેમથી તને કેમ ના મનાવી શકું હું?
આવીશ તને મળવા હું ચોક્કસ એક દિવસ,
ત્યાં સુધી તારા દિલમાં ચાહત પ્રગટાવી શકું હું;
થાશે જ્યારે મિલન તારૂં અને મારૂં એ સનમ,
ચરણમાં તારા પ્રિયે "વ્યોમ" ઝુકાવી શકું હું;
...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)