ટપકતી રક્ત થાશે ,ધરા તું જોજે,
લપકતી ફક્ત થાશે, જરા તું જોજે .
ચમકતી વીજ થાશે, પછી તો અહીં,
લટકતી મુક્ત થાશે, ધરા તું જોજે.
છટકતા ક્યાંક જાશે, અહીંથી બધા,
અટકતી ધ્વસ્ત થાશે, ધરા તું જોજે.
અટકતાં પાપ કૃત્યો નથી વાસનામાં,
મોહ માં ખત્મ થતી, ધરા તું જોજે.
પૂણ્ય નો ઉદય થાય, નાશ પછી જો,
ધબકતી મસ્ત થાશે ,ધરા તું જોજે.
-મોહનભાઈ આનંદ