જિંદગી થી શું નારાજ થવું, ગીતા,
પલ પલ તેની સાથે તો રહેવું.
જિંદગી થી હારી જવું પણ
ક્યાં પાલવે તેમ છે ?
વળી નાં કદી નિરાશ થવું
તેનાથી તો જિંદગી નિરસ
પણ ક્યાં પોષાય તેમ છે?
જિંદગી જેટલી માનીએ
તેટલી કપરી પણ ક્યાં હોય છે ?
જિંદગી ની હરેક ક્ષણ ને
વધાવી લેવાથી એ જિંદગી!!!
પછી જો તું કેવી મસ્ત !!!
સૂરીલી સરગમ બની જાય છે !!!
-Dr.Bhatt Damaynti H.