સદભાગી છે, જીવનમાં ઝલકી રે' નારા,
ખુદ માંહી ખૂંદીને , ખુદમાં મલકી રે' નારા.
સરકે છે જો તું વ્હાણે જ વખતસર જોને,
ગતિશીલ છે કાળ મહીં એ સરકી રે 'નારા.
જાગી જોતાં જે સફર અવધૂતિ આનંદમાં,
જીવન છે ભીતર , કેફ માં ગરકી રે' નારા;
બેહદમાં મસ્તાની, હાસ્ય કરી મરકે ત્યાં,
ને સમાધીમાં નિશ્ચિત એ અટકી રે' નારા;
આનંદ મિટાવે ભ્રમ જો, વાંચે અંતર મન,
છોડીને હું આત્મામાં જો ટકી રે' નારા;
-મોહનભાઈ આનંદ