આજે સાયકલ દિવસે સાયકલનાં સ્મરણો.
હું કોલેજ સાયકલ પર જ જતી.આંગળીનાં વેઢા પણ વધી પડે એટલી છોકરીઓ સાયકલ લાવતી.એમાં પણ હું ટ્રેનમાં આવું સ્ટેશન પર સાયકલ સ્ટેન્ડ પર સાયકલ મૂકું.માસિક ભાડું દોઢ રૂપિયો.
સ્ટેન્ડ વાળા કાકા મારી સાયકલમાં હવા પણ પૂરીને તૈયાર રાખતાં ત્યારે ત્યાં સાયકલ મૂકતાં છોકરાઓ ને ઇર્ષ્યા થતી.આખા સ્ટેન્ડ માં હું એક જ છોકરી સાયકલ વાળી.મને તો સાયકલનો સહારો ઘણો.અમદાવાદ પણ એક વર્ષ વાપરી પછી લગ્ન થતાં વોવ થેઈને સાયકલ ચલાવાય કે? માં ૧૯૭૩માં સાથ છૂટ્યો.પતિનાં અવસાન બાદ વહુ થેઈને કાર ચલાવતાં શીખી ને હજુ ચલાવું છું.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા