હોય દિલ ખીલ્યું પછી જો ચૂટંવાનું કોને?
ફૂલ જેવી હસ્તિ સામે , ગૂંથવા નું કોને?
હા કરે ટીખળ રમૂજમાં,દોસ્ત એવા છે જો,
મશ્કરા છે ,જો સ્વભાવે, ફૂટવાનું કોને ?
ત્યાગમય જીવન સદા માતા પિતાનું જોજો,
છે વિરાગી વૃત્તિ ત્યારે, લૂંટવાનું કોને?
ક્યાંક તરવું છે જ દરિયો,જોતું સાગર ખેડુ ,
જો કે ડૂબ્યા મન પછી તો, ડૂબવાનું કોને ?
ફૂટતાં જો ત્યાં ઝરણ , ભીતર રસીલા જોને,
પામતા આનંદ સાચો, પામવાનું કોને?
,
-મોહનભાઈ આનંદ