Gujarati Quote in Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારે મન રંગ કેસરિયો તું,
મારે મન ઉગતો સુરજ તું.

મારે મન તપતું રણ તું,
મારે મન તોફાની દરીયો તું.

મારે મન વરહતો મેઘો તું.
મારે મન ટહુકતો મોરલો તું,

મારે મન ગરજતો સાવજ તું,
મારે મન રણભુમિ નો વીર તું.

મારે મન મર્યાદા પુરુષોત્તમ રામ તું,
મારે મન નટખટ નંદ ગોપાલ તું.

મારે મન ચંદ્ર નું સ્વરૂપ તું,
મારે મન "સ્વયમભુ" ભોળા નું રૂપ તું.

અશ્વિન રાઠોડ
- સ્વયમભુ

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111714839
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now