Gujarati Quote in Thought by Umakant

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🌸 આપણા અર્ધદગ્ધ બ્રાહ્મણોને સંકૃત ભાષાનું અપુરતું જ્ઞાન હોવાથીઆવા ઘણા અર્થના અનર્થો ઉદ્દભવ્યા છે.એક આવો જ સામાન્ય દાખલો: “સમુદ્રમંથન” કરવાથી ૧૪ રત્નો મળ્યા. પાણીને વલોવવાથી શું મળે? પશ્ચિમના દેશોના સાહસિકો માર્કોપોલો,વાસ્કોડી ગામા, કોલંબસ વગેરેએ સમુદ્રમંથન કરી-(દરિયો ખેડી) નવી દુનિયાના દેશો શોધ્યા. હજુ આજે પણ આપણે જાગૃત થતા નથી.આફત કે મુશ્કેલીના સમયે ભગવાનને શરણે જઇ પ્રાર્થના કરવા બેસી જઇએ છીેએ.ભગવાન-ઈશ્વર એ “વ્યક્તિ નથી પણ શક્તિ છે.” મહામારી “કોરોના”ની રસી કે અન્ય દવા શોધવાની જરૂર છે.ઈશ્વર એ ઊર્જા-શક્તિ છે, તેનું કોઇ સ્વરૂપ નથી:
“अहम् निर्विकल्पो निराकाररुपो विभु व्याप्त सर्वत्र सर्वेन्द्रियाणाम।।”
ઈશ્વર - ભગવાન છે પણ વ્યક્તિરુપે નહિ પણ શક્તિ રુપે છે. ઊર્જા-શક્તિની અનુભૂતિ થાય, તેનો સાક્ષાત્કાર ન થાય.નરસિંહ, મીરા વગેરેને તેની અનુભૂતિ થઇ હતી, સાક્ષાત્કાર થયો નહોતો. આજે પણ એક ચિત્તે વિચાર, મનન કરવાથી મુશ્કેલ સમયમાં ઉકેલ મળી આવે છે.
મિત્રો, ભગવાન પ્રત્યેની તમારી શ્રધ્ધાને આંચ પહોંચાડવાનો આ પ્રયાસ નથી, આ સમય બુધ્ધિજીવીઓનો છે, માટે બુધ્ધિથી વિચારો, “ઈશ્વર વ્યક્તિ નથી પણ શક્તિ છે.” 🙏

Gujarati Thought by Umakant : 111714809
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now