તારી વિના મારા મન ને કયા વિશ્રામ તુ તો છે મારા હૈયા ની ટાઢક
તને ના જોવું કે મલું તયારે હૈયા મા મારા ઝણઝણાટી ઉઠી જાય
મને રાહત તો ત્યારે થાય છે જ્યારે એ તારો અહેસાસ અનુભવે
મારા દીલ ના તાર તો તારા પ્રેમ ના અહેસાસ થી જ ઝણઝણે છે
તારી સાથે વીતાવેલી ક્ષણો જ મારા જીવનનો મોટો વિશ્રામ છે
મારુ દિલ હવે તારી ગોદ મા જ આશ્રય લઈ ને વિતાવવા માગે છે
દિલ તો ધડકે છે મારા શરીર મા પણ એ ધડકે છે તારા નામ થી
તે બસ હવે તો માત્ર હરપલ તારા નામ નો જ ઘડકાર અનુભવે છે
બહુ જ ભાગી લીધુ મેં તારા પ્રેમ અને તારા દિલ ના અહેસાસ થી
પણ હવે નહિ હવે તો વિશ્રામ કરવો છે મારે તારા દિલ ના ખુણે
હવે જીંદગી કેટલી એ કોને ખબર પણ હવે જીવવી છે તારી સાથે
જીવીશું હવે એકબીજા ની આગોશ મા પ્રેમ ના વિશ્રામ થી જ