મારી દોસ્તી છે કિતાબ જેવી, ના સમજો એને પસ્તી;
ભૂલવા છતાં નહીં ભૂલાવી શકો હું તો છું એવી હસ્તી;
એક એક ઝરણું મળીને બને છે ખળખળ વહેતી નદી,
મિત્રો પણ એકસાથે મળે છે ત્યારે થાય ધમાલ મસ્તી;
એકલતા છવાઇ જાય છે જો કોઈ મિત્ર ના હોય પાસ,
ભલે હો તમે મહેફિલમાં કે હોય ચારોતરફ ગીચ વસ્તી;
તારે મને પરિચય આપવાની કોઈ જરૂર નથી એ દોસ્ત,
કદમોની આહટ થી ઓળખાય એવી છે આપણી દોસ્તી;
મળે જો સાચી મિત્રતા તો નિભાવજો આપી તમે પ્રાણ,
જિંદગીમાં મિત્રોની મિત્રતા તો નથી મળતી સાવ સસ્તી;
ઝૂકાવ્યું જ છે જ્યારે મિત્રતાના મહાસાગરમાં "વ્યોમ"
તુફાન માંથી સાંગોપાંગ કરવી છે પાર દોસ્તીની કસ્તી;
... ✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)