Gujarati Quote in Story by jagruti rathod

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જય શ્રી કૃષ્ણ 🙏
પહેલી વાર એક ટૂંકી વાર્તા લખવાનો પ્રયાસ કર્યો છે.

દાનનું પ્રતિદાન

એકવાર શિયાળાની ઋતુમાં લોહી થીજી જાય એવી ઠંડી પડી રહી હતી. ધરતી પરના બધા જીવ જંતુ કીટકો ઠંડીને કારણે મરવા લાગ્યા.
જંગલી પ્રાણીઓ માટે પણ ખોરાકની સમસ્યા ઉભી થવા લાગી.લોકો ઠંડીથી બચવા જંગલમાં બળતણની શોધમાં નીકળી પડ્યા.
બધાના શરીર અકડાઈ ગયા.વૃક્ષો આ જોઈ વિચારવા લાગ્યા કે આ દુઃખી જીવોની મદદ કરવા માટે મારે કંઇક તો કરવું જોઈએ.પણ તે શું કરી શકે?તેની પાસે બુધ્ધિ ન હતી.પુરુષાર્થ, ધન,સમય કઈ ન હતું. છતાં તે વિચારવા લાગ્યું કે મારી પાસે કઈ ન હોય એવું તો ન બને! આ સૃષ્ટિમાં સાધન વગરનો તો એક કણ પણ નથી.
ઊંડો વિચાર કરતા માલુમ પડ્યું કે હું પણ સાધન વગરનો તો નથી જ!
કૂંપળો,ડાળીઓ, પાંદડા વગેરે ઘણી સંપત્તિ કુદરતે મને આપી છે.વૃક્ષને ઘણો સંતોષ થયો, તેનું રોમરોમ હર્ષથી છલકાઈ ગયું.પોતાના બધાજ પાંદડાઓ જમીન પર ખેરવી નાખ્યા.
પેટે ચાલનારાઓ આશ્રય મળ્યો. પશુઓને ચારો મળ્યો. મનુષ્યો એ બળતણ ભેગુ કરી અગ્નિ પ્રગટાવી ગરમી મેળવી.અને બાકી રહ્યું તે ભેગુ કરી ખાડામાં પડ્યું જે ખાતર બન્યું. થોડા સમયમાં વસંત આવી.વસંતે ઠૂંઠા બની ઉભેલા વૃક્ષોને પ્રેમથી નવા પર્ણ અને કૂંપળો આપી શણગારી સજાવી દીધા. આ તો એના દાનનું પ્રતિદાન હતું. હજુ તો ઈનામ આપવાનું તો બાકી હતું. વસંતે નવા વાસંતી ફૂલો અને મીઠા ફળોથી વૃક્ષને લાદી દીધું. આમ વૃક્ષ ગૌરવ અને સંતોષથી આનંદિત થઈ ઉઠ્યું.
જાગૃતિ રાઠોડ

Gujarati Story by jagruti rathod : 111714211
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now