સવાલો...
હંમેશા કોઈપણ સંબંધમાં ઊભા થતા હોય છે. અને અપેક્ષા રખાતી હોય છે કે સામેનું પાત્ર મારા દરેક સવાલોનો હું વિચારું છું અથવા હું ઈચ્છું છું એવો અદ્દલ જવાબ પણ મળે. જવાબ ના મળે તો તો આવી જ બન્યું. 😜
જવાબ ના મળે તો એવું લાગે જાણે અસ્તિત્વ લૂંટાઈ ગયું, સંબંધ તૂટી ગયો, વિશ્વાસ ખૂટી ગયો. ઘણું બધું થઈ જાય અને સમયાંતરે આવા અનેક પ્રસંગો સંબંધને નબળો કરવામાં મુખ્ય ભાગ ભજવે છે. આ જ સત્ય છે જેટલું વહેલું સમજી જઈએ એટલે સારું. 🤫
પણ શું કરીએ..!? આખરે છીએ માણસો અપેક્ષા, ઈચ્છા, લાગણીઓ બધુજ અપાર ભરેલું છે. એટલે આ તકલીફ તો રેવાની. સતત એકમેકને સાચવવા દુરી વધતી જ રહેવાની. વધી રહી છે, વધતી રહેશે. કોઈને લાગશે આ નેગેટીવ વાતો છે. પણ સત્યની નજીક પણ આ જ છે. ☺️
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...