મારી બારીએ આજે એક કોયલનો ટહુકો ભૂલો પડ્યો
લેપટોપ પર અથડાતાં ટેરવા ને જાણે થંભાવતો ગયો.
કોંક્રિટ ના જંગલ માં મારી સાધના અચળ છે એવા મારા
નાહક ના અભિમાન ને જાણે ને મૂળ થી ઊખેડતો ગયો.
હેડફોન માં થી આવતા ઘોંઘાટ ની વચ્ચે અચાનક
કાન માં જાણે જીવન નું સુમધુર સંગીત રેલાવતો ગયો.
આખો વખત રેઈનકોટ પેહરવા ની જીદે ચડેલા મને
ખબર નહિ જાણે કેવી રીતે નખશિખ ભીંજવી ગયો.
ભલે આજે મારી બારીએ એક ટહુકો ભૂલો પડ્યો
અસ્તિત્વ નો જાણે મોટો આનંદ ઉત્સવ ઉજવાય ગયો
-આનંદ સોઢા