દુનિયા ક્યારે દબાવી શકતી નથી?
જ્યારે તમે એમની વાતો ને આડે કાન લો,
જ્યારે તમે માત્ર અને માત્ર તમારા પર ધ્યાન કેન્દ્રિત કરો,
જ્યારે તમે તમારી ભીતર છૂપાયેલી હિંમત થી પોતાના બળે જીવતા શીખો,
જ્યારે તમે કોઈના પર આધારિત ના રહો,
જ્યારે તમે સાચું શું છે અને ખોટું શું છે એ તટસ્થપણે નક્કી કરતા શીખો,
જ્યારે તમે તમારા જીવન નો દરેક નિર્ણય જાતે લેતાં શીખો,
તમારા જીવન માં શું ચાલી રહ્યું છે એ માત્ર અને માત્ર તમે જ સહન કરો છો,માટે જ્યારે તમે પોતાના માટે જીવતા શીખો.....
ત્યારે બહાર ની દુનિયા કરતા તમને તમારી ભીતર ની દુનિયા સારી અને સાચી લાગશે ......
-@nugami.