તમારી ઊર્મિઓની, વહેંચણી કરો હવે
મને શક છે મારા ભાગનુ તમે બધુ જ વહેંચી માર્યુ છે
માલ-મિલકત,સોનુ,ગાડીની વાતમાં તો વાતાવરણ ગરમા-ગરમ રહે છે
લાગણીના પડઘાઓમા જ સોપો પડી જાય છે
ઘરની હવાની પણ વહેંચણી કરો હવે
તમારા શ્વાછોશ્વાસમાં બહુ પ્રદુષણ થાય છે
મૂક રહ્યા હવે નહી ચાલે, યાદોના દસ્તાવેજો સાંઝા કરો હવે
મને શક છે, એક પણ ક્ષણ મને મારી ઓળખીતી, ચહીતી નહી મળે, કદાચ પસ્તીમા વધારાની આપણુ, બધુ વેચી માર્યુ છે તમે
જીવન અડધુ જતુ રહ્યુ સમજવામા
તને નહી સમજ પડેમાં જ બધી છેતરપીંડી થાય છે
આ આંસુઓનો પણ થોડો હિસાબ જોઈ લઈએ
તમારા ઝાંકળભીના સા થોડા દિવસો
અમારે બારેમાસ રણના મૃગજળ, પાણી બધુ પી જાય છે
આવો આજે ઊર્મિઓ, લાગણીઓ, ને યાદોની કિમંત આંકીએ
કેટલાય વર્ષોથી સસ્તી લાગે છે, ખબર નહી મન કેમ, આનાથી આટલુ, ભારે થઈ જાય છે
તમારા આંખમાં રહેલા પ્રેમના ભાગલા પાડો હવે
મને શક છે પ્રેમના નામે કંઈક બીજુ જ ખપી જાય છે
મોસમી