Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તને યાદ કરતાં મજા મેં કરી છે.
વિરહની એ રીતે દવા મેં કરી છે.

રડીને નયન રોજ હેરાન કરતાં,
હવે આંસુ રોકી સજા મેં કરી છે.

મળ્યા કૈક મિત્રો જીવનમાં મજાના,
ખુશી, યાદ, મસ્તી જમા મેં કરી છે.

મને દુઃખ મળે એમને સૌ ખુશીઓ,
એ આખર સુધી બસ દુવા મેં કરી છે.

વ્યથા, વેદના તો પડી ગઈ છે કોઠે,
કે પીડાની સાથે વફા મેં કરી છે.

પરેશાન કાયમ થયો છું છતાં પણ,
ઉદાસી તને જા ક્ષમા મેં કરી છે.

જતી વેળા પાછું વળી એ જુએને,
'કમલ' એટલી તો જગા મે કરી છે.

કમલ પાલનપુરી

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111711809
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now