નજાકત તમારી અગર તરવરે છે,
મને ચાહ તારી સનમ આંતરે છે.
સમય ના પ્રવાહો જલદ રાહ રોકે,
પ્રણયના પ્રભાવો છતાં ચાતરે છે.
વધેલી તમન્ના જગી હસરતો ની,
મળેલી ઉમીદે નજર કોતરે છે.
તરસ તી રહેલી મિલન ચાહનાએ,
હ્રદય માં જગી ભાવના વિસ્તરે છે.
હવેતો કરમની વધી આરજુ ઓ,
વફાના વિચારો ધરી ને ફરે છે.
તને પામવાના લગાવો અમારા,
ઉમંગો ભરેલાં ઇરાદા ધરે છે.
નભાવી શકોના ઘડી પળને માસૂમ ,
બધા હેત દાવા તરંગે તરે છે.
માસૂમ મોડાસવી