Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાગે છે ચૌદિશ પડઘમ હજુ સુધી
વાત રાખી શાને મોઘમ હજુ સુધી

આંધળે બહેરૂં કૂટાયું શા કારણે
હોઠ કંપે છે નિરૂત્તર હજુ સુધી

વેદના છે ઝાઝી પણ હોઠ બંધ છે
ખાનદાની છે અનુત્તર હજુ સુધી

અંધે ગોળીબાર કર્યો શું કારણે
ના મળે ઉત્તર ને કલબલ હજુ સુધી

ઝેર ચાખી જીવું છું હું મસ્તી ભરી
લોક કે' છે લે આ છનછન હજુ સુધી!

ચાલે છે સંસાર એની ગતિ લઈ
તોય છાની છેડે સરગમ હજુ સુધી


કૈંક ઘાવો જીરવી જીવતી રહી
દીકરી છું હામ અણનમ હજુ સુધી

સરલા સુતરિયા

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111711539
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now