*આનંદ*
આનંદ: એક મીઠો એહસાસ,
કે પછી એક આભાસ?
મળે તો અનુભવ થાય,
ન મળે તો વિચારતા રહી જાય.
આનંદની રૂપરેખા દરેક માટે જુદી,
એની વ્યાખ્યા બધા માટે ના હોય સરખી.
કોઈને ઓછામાં પણ આનંદ મળે,
ને કોઈને હજારોમાં પણ સુખ ગોતવું પડે.
સંતોષ તો છે ધીરજની વાત,
સુખ અને આનંદ હોય છે એક ગાંઠ.
બીજે ક્યાં ગોતવું, એ તો છે હાથવગું,
શોધખોળ છોળ, કેમ ન અંદર ઝાંકવું?
ડૂબતાં સુરાજમાં એ આનંદ આવી શકે,
બાળકની સ્મિતમાં પણ જોઈ શકે,
માથે હાથ મુક્તિ માના સ્પર્શમાં એ આનંદ છે,
પ્રેમથી સામે જોતી, પત્નીના આંખમાં એ આનંદ છે.
બીજું શું વિવરણ કરું આનંદનું,
જ્યારે બેસીને થાક ઉતારું…
એમાં પણ આનંદ અનુભવું.
આનંદ તો છે મનનું કરવું.
*શમીમ મર્ચન્ટ*
https://shamimscorner.wordpress.com/2021/05/26/%e0%aa%86%e0%aa%a8%e0%aa%82%e0%aa%a6/