Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું તો લાવું
ભરી છલોછલ બેડું
હું તો સરિતા લાવું
મૂકી બેડું પાણિયારે
માથેથી લઇ ઉતારું
થાઉં ઘેલી એવી
દરિયા સાથે એને લાવું
ભરું ઘૂંટ એકેકને
ઘૂંટડે ગંગાસાગર લાવું ભીંજાઈ પળપળ પ્રેમઘુંટનાં
ધસમસ પૂર લાવું
કરે જેમ ગાગરસાગર
જળક્રીડા
દર્પણનું નૂર લાવું
તરસ્યા મૃગજળ છોડી
એના હર્ષાશ્રુ
મારા ખોબામાં લાવું
બનું પાગલ મુઠ્ઠીમાં
માટી લઇ
મીઠી સોડમ લાવું
નાના પગલાંના
પડછાયા પાડી
હૈયે હરણાંની છાપ લાવું

- કિન્નરી દવે

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111711371
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now