Gujarati Quote in Motivational by Juli Solanki

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

' ગુસ્સાનું પરિણામ '

દરેક વ્યક્તિ એકસરખાં નથી હોતાં.વ્યક્તિ વ્યક્તિએ સ્વભાવ અલગ હોય . કોઈકના મગજ શાંત હોય ને કોઈકને જલ્દી ગુસ્સો આવી જતો હોય. તેનાથી સબંધોમાં પણ કડવાશ આવી જાય.આજે નાનાથી માંડીને દરેક વ્યકિતને ગુસ્સો જલ્દી આવી જાય છે. કોઈ પણ નાની વાતમાં વ્યક્તિનો મગજનો પારો ઉપર ચડી જાય છે. સાથે સાથે તેના પરિવારને પણ ગુસ્સામાં જેમ તેમ બોલી દે. ગુસ્સે થયેલ વ્યક્તિને ખબર હોતી નથી કે તે શું કહે છે. ક્રોધ એવું છે કે તે આપણું જીવન પણ ખરાબ કરી શકે છે. ક્રોધને કારણે વ્યક્તિ પોતાના બધા જ સુખ ગુમાવી બેસે છે અને પછી પસ્તાવાનો વારો આવે છે.ગુસ્સાથી મગજને પણ ઉંધી અસર કરે છે. પછી બિમારીઓનો ભોગ બનીએ.ગુસ્સો વ્યક્તિને અહંકાર તરફ પણ ધકેલી દે છે.તમે તમારા ક્રોધને કાબૂમાં કરી શકો છો.એક તથ્ય એ પણ છે કે આપણે કોઈ વાત સમજ્યા વગર ગુસ્સે થઈએ છીએ. ગુસ્સામાં હો ત્યારે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય ન લો. કોઈ પણ વાત પહેલા તો શાંતિથી સાંભળવી અને પછી જ એ વાત પર નિર્ણય લેવો. ક્રોધને કેવી રીતે કાબૂમાં રાખવો તે તમારા પોતાના હાથમાં છે. જે વ્યક્તિ ગુસ્સા કરવાને બદલે તે સમય પર કાઈ જ બોલ્યા વગર રહી શકતો હોય તો તેને ક્યારેય તકલીફ નથી થતી. ગુસ્સાને કાબુમાં કરવા માટે આપણી રોજની દિનચર્યામાંથી માત્ર 5 મિનિટ ધ્યાન કરવું જોઈએ. તેનાથી આપણે ઘણો જ ફાયદો થાય . જ્યારે પણ તમે ગુસ્સે થઓ, ત્યારે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો કારણ કે તેનાથી આપણા કામ પાર નથી પડતા.

- Juli Solanki

Gujarati Motivational by Juli Solanki : 111711006
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now