*હઝલ*
પીત્ઝાની કેવી માયા છે!
ચીઝ ભરી તારી કાયા છે,
વાળ છુટ્ટા રાખતી એવાં,
જાણે ભૂતોનાં સાયા છે,
પસાર થૈ તો લાગ્યું એવું,
કે વાવાઝોડા વાયા છે,
તારા પગની શું વાત કરું?
લાગે પલંગનાં પાયા છે,
તારા હાથમાં રોઝ લાગે,
અત્તરનાં નાના ફાયા છે,
તને મળીને લાગ્યો સંસાર,
બસ! મોહ અને માયા છે.
*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*