માઠા કરમ ના લેખની આંધી ચડી હતી,
માથે પડેલી પીડતી વ્યાધિ ખડી હતી.
ચલતા રહીને એકલા ભરતા રહ્યાં કદમ,
લાંબી સફર ને રોકવા ઠોકર પડી હતી.
બનતા બનાવો આજના મન ડગ મગાવતા,
ચાહ્યો સહારો પામવા આશા અડી હતી.
આગળ વધીને બે કદમ અટકી ઠરી ગયાં,
લગની હ્રદયના ભાવની તારે મઢી હતી.
છેટા રહીને આપતાં છાની ઇશારતો,
મનની ઉમંગો સ્નેહના ફુલે સજી હતી.
સાથે રસીને ચાલવા કરતાં મનામણાં,
કિંતૂ રસમના ભય તણી ચિંતા ભરી હતી.
માસૂમ અગર જો સાંપડે બે પળ મિલન તણાં,
નડતી લખેલી ભાગ્યની રેખા મળી હતી.
માસૂમ મોડાસવી