રચના :- શું ?
બાળપણ જાય વીતી થાય શું ,
જ્યાં પરીક્ષા ઊભી ખેલાય શું .
માંડ થોથા ઉપાડી થાક શું ,
ફૂલ કરમાય ભણવા જાય શું
પાઠશાળા શિક્ષક કોલેજ જ્યાં ,
જીંદગી ત્યાં દૂષિત ફેલાય શું .
ના ડરીને જીવન જીવાય પણ ,
કેટલા તે દિવસ ગભરાય શું .
ખેલખેલાય જીવતર ના પંથે ,
એ બધી ભૂમિકા ભજવાય શું .
નીતા પટેલ "નવલ "