ડગલે પગલે જીવનમાં હેરાન થયો છું.
હસતાં હસતાં હું મનમાં હેરાન થયો છું.
ઈચ્છાઓ મારીને જિમ્મેદારી પોસી,
કાયમ ઓછા વેતનમાં હેરાન થયો છું.
આંખોમાં સપનાઓનો ભંગાર મળ્યો છે.
નીંદર સાથે અનબનમાં હેરાન થયો છું.
ક્યાંય હૃદય સંધાવાના આસાર નથી ને,
મળતા ખોટા સાંત્વનમાં હેરાન થયો છું.
પીડાઓના ડૂમા બાજ્યા હોય ગળામાં,
જીવન આખું ગાયનમાં હેરાન થયો છું.
કમલ પાલનપુરી