સહિયારી ગઝલ
મૃગજળનું છળ લઈ ઉભા છીએ. ઝાંઝવાનું બળ લઇ ઉભા છીએ.
આભાસીને છે અતલ જળનું આ તળ ;
ધારણાનું જળ લઇ ઉભા છીએ.
ઇશ, ધર્યું અર્ધ્ય તારા નામનું ;
અશ્રુનું ઝળહળ લઇ ઉભા છીએ.
શબ્દથી પોંખાય છે આ માનવી;
ડાયરે અંજળ લઇ ઉભા છીએ.
રેતમાં ખેતી કરી છે શબ્દની; છંદ લયના હળ લઇ ઉભા છીએ.
આગળો ભીડીને શ્વાસો બેઠા છે; મોતની અટકળ લઇ ઉભા છીએ .
વાટ જોઇએ છીએ હર પલ *"દિલીપ"*; જળ કમળ ઝાકળ લઇ ઉભા છીએ .
રીટા મેકવાન "પલ" દિલીપ વી ઘાસવાળા