નજર નજર નો ખુમાર જાગે,
નજીક સરતો ઉભાર જાગે.
જવાન હૈયે ધડકતી ધડકન.
પડેલ ભીતર કુમાર જાગે.
સતત ધડકતા સતત મચલતા,
હ્રદય હ્રદય બે કરાર.જાગે.
સપન સલોના હસીન રાતો,
સજી સંજેલી બહાર જાગે.
કદીક મારા કદીક તારા ,
નસીબ જોગે સવાર જાગે.
કરીબ હળતા કરીબ મળતા,
વસેલ મનનો મલ્હાર જાગે.
હવેજ માસૂમ નવી સફરનો,
નવિન સોચે વિચાર જાગે.
માસૂમ મોડાસવી